Join WhatsApp Group

પોસ્ટ ઓફિસની સૌથી લોકપ્રિય સ્કીમ: 17 લાખ કમાવવા કરવું પડશે આટલું રોકાણ, જાણો સંપૂર્ણ વિગત

જો તમે શેરબજારના જોખમોથી દૂર રહીને સુરક્ષિત રોકાણ કરવા માંગો છો અને ભવિષ્ય માટે મોટું ફંડ ભેગું કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ તમારા માટે જ છે. પોસ્ટ ઓફિસે એક એવી રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના રજૂ કરી છે,

જેમાં તમે દરરોજ માત્ર 333 રૂપિયાની નાની બચત કરીને પાકતી મુદતે 17 લાખ રૂપિયા જેટલું માતબર ભંડોળ ઊભું કરી શકો છો. કોઈ પણ જાતના ટેન્શન વગર ગેરંટીડ રિટર્ન આપતી આ સ્કીમ મધ્યમ વર્ગ માટે અત્યંત લોકપ્રિય અને ફાયદાકારક સાબિત થઈ રહી છે.

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હંમેશાથી સામાન્ય માણસનો સૌથી ભરોસાપાત્ર વિકલ્પ રહી છે. પોસ્ટ ઓફિસ RD એક એવી જ બેસ્ટ નાની બચત યોજના છે, જેમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે. હાલમાં આ સ્કીમ પર વાર્ષિક 6.7 ટકાના દરે શાનદાર વ્યાજ મળી રહ્યું છે. આ યોજનાની સામાન્ય પાકતી મુદત (મેચ્યોરિટી) 5 વર્ષની હોય છે, પરંતુ વધુ વળતર માટે તમે ઈચ્છો તો તેને આગળના 5 વર્ષ માટે બિલકુલ સરળતાથી લંબાવી શકો છો

333 રૂપિયાથી 17 લાખ સુધીનું ગણિત

હવે સરળ ભાષામાં સમજીએ આ સ્કીમનું ગણિત. જો તમે આ યોજનામાં દરરોજ 333 રૂપિયાની બચત કરો છો, તો મહિનાના અંતે તમારી જમા રકમ લગભગ 10,000 રૂપિયા થશે.

આ રીતે તમે એક વર્ષમાં 1,20,000 રૂપિયાનું રોકાણ કરશો. જો તમે 5 વર્ષ પૂરા થયા બાદ સ્કીમને વધુ 5 વર્ષ લંબાવીને કુલ 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો છો, તો તમારું કુલ જમા રોકાણ 12,00,000 રૂપિયા થશે. જેના પર 6.7 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ દરે તમને 5,08,546 રૂપિયા માત્ર વ્યાજ પેટે મળશે. આમ, 10 વર્ષ પછી મેચ્યોરિટી પર તમારા હાથમાં કુલ 17,08,546 રૂપિયા આવશે.

Leave a Comment