Join WhatsApp Group

દિવસમાં ચાર પુરુષો સાથે સેક્સ કરતી’, પતિના કહેવા પર અજાણ્યા પુરુષો સાથે સેક્સસંબંધ બાંધનાર મહિલાને શું અનુભવ થયો?

જ્યારે રૂથ ઓ’ગ્રેડી પોતાના પતિના આગ્રહને કારણે અનિચ્છાએ એક સ્વિંગિંગ વેબસાઇટમાં જોડાયાં ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે કારમાં શારીરિક સંબંધ નહીં બાંધે.

પરંતુ થોડા જ મહિનાઓમાં તેઓ એ જ કરી રહ્યાં હતાં, અને તેના વીડિયો બનાવીને પોતાના પતિને મોકલી રહ્યાં હતાં.

તેમનું કહેવું છે કે 18 મહિનાના સમયગાળામાં તેમણે આ વેબસાઇટ દ્વારા 100થી વધુ વખત અજાણ્યા પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

રૂથ કહે છે કે તેઓ ઊંડા આઘાતમાં છે, અને આજે પણ જૂની વાતો યાદ આવતા પરેશાન થઈ જાય છે.

ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રથમ વખત અમારો સંપર્ક કર્યો હતો.

હવે લાંબા અને ગંભીર વિચારવિમર્શ પછી તેમણે પોતાનું પૂરું નામ જાહેર કરીને પોતાની કથા કહેવાનો નિર્ણય લીધો છે. તેઓ ઇચ્છે છે કે તેમની કથા અન્ય મહિલાઓ માટે ચેતવણીરૂપ સાબિત થાય.

તેમને તેમના ભૂતપૂર્વ પતિ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. પરંતુ તેઓ યુકેની સૌથી મોટી સ્વિંગિંગ વેબસાઇટને પણ એટલી જ દોષી ગણે છે.

Leave a Comment